ચિત્તોડ ગઢથી આવી મીરા જાન જો કિર્તન નીચે લખેલું છે જય ફક્કડાનાથ મંડળ ભાવનગર... 🌹માં 🌹.....
Jay Fakkadanath Mandal Bhavnagar Jay Fakkadanath Mandal Bhavnagar
28.6K subscribers
3,179 views
75

 Published On Sep 16, 2024

ચિત્તોડ ગઢથી આવી મીરાંની જાન જો.....
રાણોજી આવ્યા મીરા ને પરણવા.....
હાલો મીરા બાઈ સોળે સજો શણગાર જો.....
ચિત્તોડ નો રાજવીર આવ્યા તેડવા.....
રાજ માતા મોઢું સંભાળી બોલો જો ‌.....
ધણી રે ધાર્યો છે ગીરધર લાલ ને.....
મીરા એ લજવયા મેરૂ સરખા મંડપ જો.....
લજવયા છે માને બાપ જો.....
મીરા એ લજવયા કાકા ને કુટુંબ જો....
લજવયા છે મામા ને મોસાળીયા.....
અરે મીરા બાઈ પથરો પડ્યો પેટ જો.....
ધોબી રે ધુવે હરીના ધોતિયાં.....
નથી માતા પથરો પડ્યો પેટ જો.....
તમારા કુળમાં રે હિરલો પાકિયો.....
અરે મીરા બાઈ કોણે આપ્યા ઉપદેશ જો.....
ક્યાં રે કોટવાળે કંઠીયુ બાધિયુ.....
રોહીદાસે આપ્યા ઉપદેશ જો.....
ખોમડા રે કોટવાળે કંઠીયુ બાધિયુ.....
માતા ઉઘાડો જોડ કમાડ જો.....
દર્શન કરવા રામાપીર નાં....
માતા ઉઘાડે જોડ કમાડ જો....
દર્શન થયા છે રામાપીર ના.....
તાર્યા મીરા માં ને બાપ જો.....
તારી રે એકોતેર મીરા પેઢીયુ.....
ગુરૂ પ્રતાપે બોલ્યા મીરા બાઈ જો.....
ચુડલો રે પેરો છે અખંડ વર નો.....
🌹🙏🙏🌹 જય શ્રી કૃષ્ણ 🌹🙏🙏🌹

show more

Share/Embed