જીવ ભવસાગર તરી જાય || ભક્તિ આહીર || Jiv Bhavsagar Tari Jay
Bhakti Ahir Bhakti Ahir
74K subscribers
108,533 views
1K

 Published On Sep 18, 2024

જીવ ભવસાગર તરી જાય || ભક્તિ આહીર || Jiv Bhavsagar Tari Jay #bhajan #bhakti #Shradhbhajan #song #mahilamandal #bhaktiahir

ગાયિકા :- ભક્તિ આહીર

LYRICS: TRADITIONAL & BHAKTI AHIR

INSTAGRAM ID :-
https://instagram.com/bhaktiahir0603?...

👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

ભજન :-
જીવને જાવું છે જાત્રા કરવા રે
જીવડો સંઘમાં ભળી ભળી જાય જીવને જાવું છે. ....

સંઘ મારો મથુરામાં જઈ ઉતર્યો રે
મથુરામાં જમુનાજીને ઘાટ જીવને જાવું છે. ....

જમનાજીમાં નહાતા પાપ ધોવાય છે રે
દર્શન મોહનરાયના થાય જીવને જાવું છે....

સંઘ મારો અયોધ્યામાં જઈ ઉતર્યો રે
અયોધ્યામાં સરયુ નદીને ઘાટ જીવને જાવું છે. ....

સરયુજીમાં નહાતા પાપ ધોવાય છે રે
દર્શન સીતારામના થાય જીવને જાવું છે. ....

સંઘ મારો ગોકુળ જઈ ઉતર્યો રે
ગોકુળ તીરથ કેરા ધામ જીવને જાવુ છે.....

ગોકુળ નંદલાલા ના ધામ છે રે
દર્શન કૃષ્ણ ભગવાનના થાય જીવને જાવું છે. ....

સંઘ મારો દ્વારિકામાં જઈ ઉતર્યો રે
દ્વારિકામાં ગોમતીજીને ઘાટ જીવને જાવું છે. ....

ગોમતીજી માં નહાતા પાપ ધોવાય છે રે
દર્શન દ્વારકાધીશના થાય જીવને જાવું છે. ....

સંઘ મારો હરિદ્વાર જઈ ઉતર્યો રે
હરિદ્વારમાં ગંગાજીને ઘાટ જીવને જાવું છે. ....

ગંગાજીમાં નહાતા પાપ ધોવાય છે રે
જીવના મોક્ષના દ્વાર ખુલી જાય જીવને જાવું છે. ....

જીવ મારો સત્સંગ મંડળમાં ઉતર્યો રે
સત્સંગ ભક્તિ કેરા ધામ જીવને જાવું છે. ....

સત્સંગ કરતા પાપ ધોવાય છે રે
જીવડો ભવસાગર તરી જાય જીવને જાવું છે. ....

જીવની જાત્રા જે કોઈ ગાશે રે
વાસ એનો વૈકુંઠ ધામ માં થાય જીવને જાવું છે. ....

Thanks for Watching

show more

Share/Embed