#કાનુડા
Prabhu Parivar Prabhu Parivar
34.8K subscribers
201,528 views
1.6K

 Published On Jan 5, 2022

સાંભળ તને વાત કરું કુંવર મારા કાનુડા
વ્રજની ગોપી રોજ આવીને કરતી મોટા દેકારા
બળદેવ મારો ડાયો દીકરો
નથી રંજાડી કોઈને કરતો
બળદેવ કરતા નાનો છે પણ તોફાન તારા હદ બારા
વ્રજની ગોપી રોજ આવીને...
ડાયો થઈ જાય દીકરા મારા
તોજ થશે લગ્ન તારા
વ્રજ ના લોકો જાણી જશે વાતો જશે બરસાના
વ્રજની ગોપી રોજ આવીને...
વાતો જશે ભ્રખું ભાને કાને
પૂછશે એ રાધા ની માને
રાધા જાણી જશે કનૈયા રહેવું પડશે કુવારા
વ્રજની ગોપી.....
ત્યારે કનૈયો માને કહે છે મારી ચિંતા શીદને કરે છે
હું ને રાધા રોજ મળીએ એમાં તું કંઈ જાણે ના
વ્રજની ગોપી...ભલે કરતી દેકારા
લગ્ન તો માં કાલ થઇ જાશે
વ્રજ ના લોકો જોતા રહેશે
એ રાધા ને મારા વિના વ્રજ માં નહીં કોઈ લે નારા
વ્રજની ગોપી ભલેને આવે ભલે ને કરતી દ..
હું રાધાનો રાધા મારી
સુંદર જોડી થાય અમારી
સાંજ સવારે ઉગતાપોર એ વેચાઈ જશે ગોળધાણા...
🙏👍

show more

Share/Embed