સાસુ કહે વહુજી સાડી બતાવો | ભજન લખ્યું છે | સુરેખાબેન | Sasu Vahu No Jagdo | સાસુ વહુ નું ગીત
Jalaram bhajan mandal Himatnagar Jalaram bhajan mandal Himatnagar
99.7K subscribers
276,286 views
1.8K

 Published On Apr 4, 2022

સાસુ કહે વહુજી સાડી બતાવો | ભજન લખ્યું છે | સુરેખાબેન | Sasu Vahu No Jagdo | સાસુ વહુ નું ગીત



સાસુ વહુનો ઝગડો | Sasu Vahu No Jagdo | Sasu Vahu No Dakho | સાસુ વહુ નું ગીત | New Gujarati Comedy

અમારા બધા જ નવા ભજન સૌથી પહેલાં જોવા માટે*Jalaram Bhajan Mandal Himatnagar * ચેનલ ને " SUSBSCIBE " કરો. અને પછી 🔔 પર ક્લિક કરો ..
👉LIKE
👉SHARE
👉COMMEMT
👉👉 Please subscribe jalaram bhajan mandal himatnagar Youtube channel
   / jalarambhajanmandalhimatnagar  

LIKE_SUBSCRIBE_SHARE & COMMENT
Thank you all my friends





ભજન નીચે લખ્યું છે👇👇👇👇


ખોળો વાળી ને વહુ ખેતરમાં ગ્યાતા
લાવ્યા તાંદળજાની ભાજી રે રણછોડ રંગીલા
સાસુ કહે વહુજી ભાજી બતાવો
ભાજી ભેંસોને નાંખી રે રણછોડ રંગીલા
સાસુ કહે વહુજી ભેંસો બતાવો
ભેંસોમેં વાડે બાંધી રે રણછોડ રંગીલા
સાસુ કહે વહુજી હું દૂધ રે કાઢું
વહુ કહે દૂધમેં કાઢ્યારે રણછોડ રંગીલા
સાસુ કહે વહુજી દૂધ બતાવો
દૂધતો મેળવી નાખ્યા રે રણછોડ રંગીલા
સાસુ કહે વહુજી દહીં બતાવો
દહીંના તો માખણ કર્યા રે રણછોડ રંગીલા
સાસુ કહે વહુજી માખણ બતાવો
માખણ ના ઘી મેં બનાવ્યા રે રણછોડ રંગીલા
સાસુ કહે વહુજી ઘી બતાવો
ઘી તો વાણિયા ને આપ્યા રે રણછોડ રંગીલા
સાસુ કહે વહુજી વાણિયો બતાવો વાણિયો ઉઘરાણી ગયો રે રણછોડ રંગીલા
વાણિયાએ પૈસા આપ્યા રે રણછોડ રંગીલા
સાસુ કહે વહુજી પૈસા બતાવો
પૈસાની સાડી હુંતો લાવી રે રણછોડ રંગીલા
સાસુ કહે વહુજી સાડી બતાવો
સાડી દરિયામાં નાંખી રે રણછોડ રંગીલા
સાસુ કહે વહુજી દરિયો બતાવો
આવ્યા દરિયાને કાંઠે રે રણછોડ રંગીલા
સાસુ કહે વહુજી કેટલે રે નાંખી
આઘા જઈ ડૂબકી મારો રે રણછોડ રંગીલા
સાસુ ડૂબ્યાંને સાડી રે તરતી
વહુજી ઘેર આવ્યા રે રણછોડ રંગીલા
દીકરો કહે મારી માડી બતાવો
દરિયામાં સાડી શોધે માંડી રે રણછોડ રંગીલા
સહુ સાસુ ને એટલું રે કહું છું
વહુના ચેડાં ના લઈએ રે રણછોડ રંગીલા
સહુ વહુઓ ને એટલું રે કહું છું
સાસુ થી છાનું ના રાખીયે રે રણછોડ રંગીલા

#સાસુ વહુ નું ગીત
#સાસુ વહુ નો ઝગડો
#sasuvahunodakho
#sasuvahunojagdo
#gujaratibhajan
#bhajan
#surekhabenpanchalnabhajan
#jalarambhajanmandalhimatnagar
#newgujaratisong
#gujratishortfilm
#gujaraticomedy
#sasuvahunajagda
#સાસુ વહુ
#satsangimandal
#PJalaramstudio
#Umiyamahilamandaldindolisurat

show more

Share/Embed