(પાર્વતી મોજડી) આલ્યો પાર્વતી પહેરો મોજડીયુ//રે મુખ બોલો ને રામ//Gujarati PARVATI MOJDI
Soor saheli Soor saheli
7.83K subscribers
56,483 views
315

 Published On Aug 15, 2024

(પાર્વતી મોજડી) આલ્યો પાર્વતી પહેરો મોજડીયુ//રે મુખ બોલો ને રામ//Gujarati PARVATI MOJDI
#પાર્વતી_મોજડી #આલ્યો_પાર્વતી_પહેરો_મોજડીયુ #રે_મુખ_બોલો_ને_રામ #Gujarati_PARVATI_MOJDI

My Quarries
#Shiv_bhajan_lyrics
#PARVATI_MOJADI_WITH_LYRICS
#SAMA_MANDIRIYAMA_SANKAR_PARVATI
#Gujarati_Shiva_Bhajans
#Shiva
#RE_MUKH_BOLO_NE_RAM
#Satsang_Gujarati
#Gujarati_Kirtan
#Gujarati_Bhajan
#Gujarati_Song
#wish_u_gujrat

🍁☘️🌿🌴🌿☘️🍁🍂

સામા મંદિરીયામાં શંકર પારવતી,
પાર્વતી પાણીડા ની હેલ,રે મુખ બોલો ને રામ

સૌ કોઈ પિયરીયે જાય રે મહાદેવજી
પિયર જવાની અમને હામ,રે મુખ બોલો ને રામ

કેદી જાશો કેદી આવશો પાર્વતી,
કેટલા દિવસનો વદાળ,રે મુખ બોલો ને રામ

દાદાના આંગણામાં પારસ પીપળો,
પીપળાના ગણજો પાંદ ,રે મુખ બોલો ને રામ

એકસોને આઠ તેની ડાળો મહાદેવજી
56 કરોડ એના પાંદ ,રે મુખ બોલો ને રામ

પાર્વતી પીયરીએ જાય રે મુખ બોલો ને રામ

સો-સો વર્ષ વીતી ગયા તોય,
કૈલાશ નો આવ્યા યાદ , રે મુખ બોલો ને રામ

પોઠીયે પલાણ નાખ્યા મહાદેવજીએ
લીધી સાસરિયા ની વાટ, મુખ બોલો ને રામ

વડલાના ઝાડ નીચે ઉતર્યા મહાદેવજી ,
લીધો મોચીડા નો વેશ , રે મુખ બોલો ને રામ

સોના ઈંઢોણી મારું રુપલાનુ બેડલુ,
પાર્વતી પાણીલા જાય, રે મુખ બોલો ને રામ

ઘડો ન ડૂબે મારું સિચણ ન પહોંચે,
મનડુ મોજડીયુ માં જાય, રે મુખ બોલો ને રામ

શું છે મોજડીયુના મુલ રે મોચીડા,
મારે મોજડી પેર્યા ની હામ, રે મુખ બોલો ને રામ

સવા તે લાખની મોજડી પાર્વતી,
સવા બે લાખ એના મુલ ,રે મુખ બોલો ને રામ

મોઢું સંભાળીને બોલ રે મોચીડા,
મારો ભરથાર ઈશ્વર સમાન, રે મુખ બોલો ને રામ

મોજડી મૂલવતા ઓળખ્યા મહાદેવજી,
લીધી એના ચરણો ની રજ, રે મુખ બોલો ને રામ

આલ્યો પાર્વતી પહેરો મોજડીયુ,
હાલો ને કૈલાશ ધામ ,રે મુખ બોલો ને રામ

શંકર પાર્વતી ચાલ્યા કૈલાશમાં,
લેજો મહાદેવજી ના નામ ,રે મુખ બોલો ને રામ

સામા મંદિરીયામાં પાર્વતી બેઠા,
પાર્વતી ની મોજડી જે કોઈ ગાશે
કૈલાશ ધામે એનો વાસ, રે મુખ બોલો ને રામ

🌱🌱લક્ષ્મીપુર સતસંગ મંડળના🌱🌱
🙏🏻🙏🏻 આપ સૌને જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻

show more

Share/Embed