Satsang with Dashrath Bapu, Part 4 @Junagadh Ashram Girnar
Speak Bindas Speak Bindas
20.7K subscribers
23,485 views
696

 Published On Premiered Mar 21, 2024

આ વિડિયોમાં દશરથબાપુએ જે વાત કરેલ છે તેના અમુક અંશ:

- કુટસ્થ અવસ્થામાં જે યોગી રહેતો હોય તે ફુલ મહાન હોય.

- ઋતુભંરા પ્રજ્ઞા અવસ્થા પછી જે અવસ્થા આવે તે કુટસ્થ અવસ્થા.

- વ્યક્તિની ફ્રેક્વન્સી મેચિંગ

- પોઝીટીવ અને નેગેટીવ એનર્જી

- તમારા હર ઓર્ગનને, સેલને અને કોષિકાને પણ ભૂખ લાગી છે.

- યોગીઓ તો અપને આપમાં જ સ્થિર થઇ ગયેલા હોય.

- આખા બ્રહ્માંડમાં જેટલી દિવ્ય શક્તિઓ છે તે બધી ઝીરો ડાયમેન્શનમાં જ રહે છે. અને તમારે બધાએ પણ ઝીરો ડાયમેન્શનમાં જ જવાનું છે.

- તમારી આત્માનું સંચાલન સૂર્ય કરે છે અને શરીરનું સંચાલન ચંદ્ર કરે છે.

- ઓમકારની પહેલી માત્રા છે અકાર, એ સૂર્ય છે, બીજી માત્રા છે ઉંકાર એ ચંદ્ર છે, ત્રીજી માત્રા છે મકાર એ બધાય સિતારાઓ છે, ચોથી માત્રા છે એ વીજળી છે, અને પાંચમી માત્રા છે એ નાદ છે. આ પાંચ માત્રાથી આ સૃષ્ટિ બનેલી છે - આકાર, ઉંકાર, મકાર, નાદ અને બિંદુ.

- આકાશનો એક જ વિષય છે માત્ર શબ્દ. વાયુમાં બે વિષય છે, શબ્દ અને સ્પર્થ. તેજમાં ત્રણ વિષય છે, શબ્દ, સ્પર્શ અને રુપ. જળમાં ચાર વિષય છે - શબ્દ, સ્પર્થ, રુપ અને રસ. પૃથ્વીમાં પાંચ વિષય છે - શબ્દ, સ્પર્થ, રુપ, રસ અને ગંધ.

- ધ્યાનનો અર્થ થાય છે કે જડ પડેલો પરમાણું છે તેના પર તારી દ્રષ્ટી પડે અને તે પરમાણુંનું ન્યુક્લિઅસ ચાલુ થઇ જાય, એમા એક્ટીવ ફોર્સ, રીએક્ટીવ ફોર્સ અને વાયટલ ફોર્સ જનરેટ થાય, અને તે પરમાણું ડાન્સ કરવા લાગે, કેમ કે આ પ્રકૃતિ સ્વયં ડાન્સ કરી રહી છે, આનો કોઇ કર્તા નથી.

- વસ્તુ તો એક જ છે, બસ ભાષાનો ભેદ છે.

- મન રચે છે એ જ બધી માયા છે, આત્મા તો કાંઇ રચતુ જ નથી.

- બંધન અને મુક્તિનું કારણ તારુ મન છે.

- યોગીના કોઇ મિત્ર ના હોય અને યોગીના કોઇ શત્રુ ના હોય, યોગી યોગી હોય.

- દેવાંગ વિભાકર
એડિટર - www.SpeakBindas.com

#dashrathbapu #satsang

show more

Share/Embed