Best Bhajan Kirtan - રૂક્ષ્મણી બેઠા રસોઈ રાંધવા(નીચે લખેલું છે)- Krishna Sudama no prem - New Song
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
75.4K subscribers
182,084 views
1.2K

 Published On Jun 5, 2023

#સત્સંગ #gujaratisong #krishnasudamamilan #krishnarukmani #કીર્તન #ભક્તિકીર્તનસંગ્રહ #krishnakirtan #krishnasudama #krishnarukmani


======= રૂક્ષ્મણી બેઠા રસોઈ રાંધવા ======

રૂક્ષ્મણી બેઠા છે રસોઈ રાંધવા રેલોલ
ક્રિષ્ના સુદામા નદીએ નાવા જાય જો
લીલા જોવાની એને હામ છે રેલોલ

ક્રિષ્નજી નાઈને બાહાર નીકળા રેલોલ
સુદામા ગયા સામે પાર જો
માયા જોવાની એને હામ છે રેલોલ

રૂડું રંગીલું જોયું ગામડું રેલોલ
ત્યાં વસે છે બ્રાહ્મણોની ના'ત જો
માયા જોવાની એને હામ છે રેલોલ

પરદેશી જાણી માન અપીયા રેલોલ
રેવા દીધાં છે રંગ મહેલ જો
માયા જોવાની એને હામ છે રેલોલ

ભલા બ્રાહ્મણને એક દીકરી રેલોલ
પરણાવી છે સુદામાની સાથ જો
માયા જોવાની એને હામ છે રેલોલ

ધન દોલત ઘણું અપીયું રેલોલ
ગરથ વૈભવનો નથી પર જો
માયા જોવાની એને હામ છે રેલોલ

સુદામા તો સુખીયા ત્યાં બોવ થયાં રેલોલ
છોકરા થયાં છે ચાર પાંચ જો
લીલા જોવાની એને હામ છે રેલોલ

કર્મ સંજોગે દુઃખ આવીયું રેલોલ
માંદા પડ્યા સુદામાની નાર જો
માયા જોવાની એને હામ છે રેલોલ

વૈદ હકીમને બોલાવીયા રેલોલ
તોય નારી સાજા નવ થાય જો
માયા જોવાની એને હામ છે રેલોલ

કર્મ સંજોગે મરણ પામીયા રેલોલ
સુદામા ને દુઃખ ઘણેરું થાય જો
માયા જોવાની એને હામ છે રેલોલ

એવો રિવાજ ઈ ગામમાં રેલોલ
નારી ની સાથે જીવતો બળે નર જો
માયા જોવાની એને હામ છે રેલોલ

માતા વિનાના થયાં છોકરા રેલોલ
ઉપર થી મરે એનો બાપ જો
માયા જોવાની એને હામ છે રેલોલ

સુદામા તો મનમાં મુંજાય ગયા રેલોલ
આંખડીમાં આંસુડાની ધાર જો
માયા જોવાની એને હામ છે રેલોલ

સુદામાએ મનમાં વિચારીયું રેલોલ
મનમાં ધડ્યો છે વિચાર જો
માયા જોવાની એને હામ છે રેલોલ

કોઠીની પાછળ સંતાય ગયા રેલોલ
ગોતે એને નગરી નાં લોક જો
માયા જોવાની એને હામ છે રેલોલ

મારી ઢસડી ને બહાર કાઢીયા રેલોલ
લાવીયા છે નારીની પાસ જો
માયા જોવાની એને હામ છે રેલોલ

ભલા બ્રાહ્મણ તમે સાંભળો રેલોલ
સુદામા તો જોડે એને હાથ જો
માયા જોવાની એને હામ છે રેલોલ

નદીમાં મા નાઈને હમણાં હું આવું રેલોલ
સુખેથી બાળજો એની સાથ જો
માયા જોવાની એને હામ છે રેલોલ

જળ ડૂબકી સુદામાએ મરી રેલોલ
કનૈયા એ જાલ્યો એનો હાથ જો
માયા જોવાની એને હામ છે રેલોલ

ના'તા કેટલીક વાર લાગશે રેલોલ
ઘેરે રસોઈ ઠરી જાય જો
માયા જોવાની એને હામ છે રેલોલ

સુદામા તો સામા થંભી ગયા રેલોલ
આંખડીમા આંસુડાની ધાર જો
માયા જોવાની એને હામ છે રેલોલ

કયોને સુદામા તમને શું થયું રેલોલ
કેમ ગયા છો ગભરાઈ જો
માયા જોવાની એને હામ છે રેલોલ

ભૂત પલીત કાંઈ ભાળિયું રેલોલ
કેમ આંખે આંસુદાની ધાર જો
માયા જોવાની એને હામ છે રેલોલ

હાથ તાળી દઈને વાલો હસિયા રેલોલ
આ છે મારી માયાનો પ્રતાપ જો
માયા જોવાની એને હામ છે રેલોલ

સુદામા તો પગમાં પડીયા રેલોલ
ક્ષમા કરો અમારા અપરાધ જો
માયા જોવાની એને હામ છે રેલોલ

ગાય શીખેને સુણે સાંભળે રેલોલ
હોજો એનો વૈકુંઠમા વાસ જો
માયા જોવાની એને હામ છે રેલોલ

રૂક્ષ્મણી બેઠા છે રસોઈ રાંધવા રેલોલ
ક્રિષ્ના સુદામા નદીએ નાવા જાય જો
લીલા જોવાની એને હામ છે રેલોલ



Album: રૂક્ષ્મણી બેઠા રસોઈ રાંધવા
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar

show more

Share/Embed