ઉંચો ઉંચો પારસ નો પીપળો રે !! સાધુ શ્રી ચંદ્રિકાબેન સરપદડિયા !! ધૂન નીચે લખી આપેલ છે
dharmshyog dhun mandal dharmshyog dhun mandal
45.2K subscribers
598,587 views
2.8K

 Published On Apr 10, 2023

ઉંચો ઉંચો પારસ નો પીપળો રે...
એથી ઉંચો મનુષ્ય અવતાર, મારે જવું હરિ ના ધામ મા રે..

જીવ જાતા ધરમ રાજા એ પુછીયું રે...
તમે કેમ કરી ઉતારા ભવ પાર,મારે જવું હરિ ના ધામ મા રે..

ત્યાં હતા ગંગા ને હતા ગોમતી રે..
સ્નાન કરીને ઉતરા ભવ પાર,મારે જવું હરિ ના ધામ મા રે..

ત્યાં હતો એક તુલસી નો છોડવો રે...
એના પૂજન કરીને ઉતરા ભવ પાર,મારે જવું હરિ ના ધામ મા રે..

ત્યાં હતા એક દેવના મંદિરીયા રે...
અમે દર્શન કરીને ઉતરા ભવ પાર,મારે જવું હરિ ના ધામ મા રે..

ત્યાં હતા સાધુને હતા સંતો રે...
અમે સત્સંગ કરીને ઉતરા ભવ પાર,મારે જવું હરિ ના ધામ મા રે..

ત્યાં હતી ગોરી એક ગાવડી રે...
એનું પૂછડું જાલી ઉત્તરો ભવ પાર,મારે જવું હરિ ના ધામ મા રે..

ઉંચો ઉંચો પારસ નો પીપળો રે...
એથી ઉંચો મનુષ્ય અવતાર, મારે જવું હરિ ના ધામ મા રે..

show more

Share/Embed