એકાદશીનું કિર્તન - હરિને કરેલો દ્રોપદીજીએ સાદ - ઉષ્મા બેન ( કિર્તન લખેલું નીચે છે)
Nimavat Vasantben Tulsidas Nimavat Vasantben Tulsidas
210K subscribers
178,197 views
1.3K

 Published On Apr 4, 2024

હું તો સાદ પાડું ને હરિ સાંભળજો
હું તો પોકાર કરું ને હરી સાંભળજો
તમને કહું છું હું વારંવાર કૌરવે મારી પત લીધી...

તમને સુખની તે નિંદ્રા કેમ આવે
મારા ઋણ ચૂકવવાની ઘડી રે આવી
મારો સાંભળજો હરિ તમે સાદ કૌરવે મારી પત લીધી...

હું તો પાંચ પાંડવ ને પરણી આવી
ભીષ્મપિતાના ઘૂંઘટા તાણતી હતી
મારી લાજ્યુંમાં પડી આજ લૂંટ કૌરવે મારી પત લીધી...

પાંચ પાંડવો ને કૌરવો જુગટે રમ્યા
પાંડવ રાજ અને પાટને હારી ગયા
મામા શકુનિએ કર્યું છે કપટ કૌરવે મારી પત લીધી...

મને ભરી રે સભામાં ઉભી રે રાખી
પાપી દુશાસન મારા ચીર ખેંચે
સર્વે સભા બેઠી છે નીચું જોઈ કૌરવે મારી પત લીધી...

પાંચ પાંડવો ને પાંજરે પૂરી રે દીધાં
અર્જુન બાણ લેવાનું ભૂલી રે ગયા
ત્યાં તો ધરમ રાજા ચુકી ગયા ધ્યાન કૌરવે મારી પત લીધી...

ત્યાં તો સહદેવે નકુળની સામે જોયું
ત્યાં તો ભીમ ગદા લેવાનું ભૂલી રે ગયા
ત્યાં તો ભીમનું કંઈ ચાલ્યું નહીં જોર કૌરવે મારી પત લીધી...

હું તો રુદન કરું ને હરી આવો વારે
મારા રુદને સમદર હિલોળે ચડ્યા
મારી આંખોમાં આંસુડાની ધાર કૌરવે મારી પત લીધી...

મારા રુદને પવનદેવ થંભી રે ગયા
મારા રુદને પશુ પંખી રોઇ રે પડ્યા
મારા રુદને રોવે મૂંગા ઢોર કૌરવે મારી પત લીધી...

મારા રુદને સૂર્યદેવ થંભી રે ગયા
મારા રુદને ભીષ્મપિતા રોઈ રે પડ્યા
મારા રુદને રુવે ગુરુદેવ કૌરવે મારી પત લીધી...

તમે બલી રાજાની પત રાખી હતી
તમે ભિક્ષુક બનીને દાન લેવા ગયા
તમે બન્યા હતા એના છડીદાર કૌરવે મારી પત લીધી...

તમે સતી રે અનસુયાની પત રાખી
તમે બાળક બનીને પયપાન કર્યા
તમારું સતી પાસે હાલ્યું નહીં કાંઈ જોર કૌરવે મારી પત લીધી...

વાલા શેરડી ખાતા રે તમને ફાંસ વાગી
મેં તો ચીર ફાડીને હાથે પાટો રે બાંધ્યો
તમને રુક્ષ્મણી એ નહોતો દીધો સાથ કૌરવે મારી પત લીધી...

વાલો સેજ પલંગમાં સુતા રે હતા
એના હૃદય કમળમાં શાંતિ હતી
ત્યાં તો પાંચાળીનો સાંભળ્યો પોકાર કૌરવે મારી પત લીધી...

રાણી રુક્ષ્મણી એ રસોઈ તૈયાર કરી
વાલો મીઠા રે પકવાન જમવા બેઠા
વાલે હડસેલીને મેલી દીધા થાળ વાલાની આજે નીંદર ઉડી...

વાલે પગમાં તે મોજડી પહેરી રે નથી
વાલો ખંભાનો ખેસ ભૂલી રે ગયા
વાલો પલમાં આવ્યા હસ્તીનાપુર વાલાની આજે નીંદર ઊડી...

વાલે લીલા કરીને એના ચીર રે પૂર્યા
દુશાસન ચીર ખેંચીને થાકી રે ગયો
વાલે પૂર્યા નવસો નવ્વાણું ચીર વાલાની આજે નીંદર ઊડી...

દુષ્ટ દુર્યોધન મનમાં ડગી રે ગયો
પાપી ચીર ખેંચીને થાકી રે ગયો
એની વારે આવ્યા છે ભગવાન વાલાની આજે નીંદર ઊડી...

વાલો ઋણ નો રાખે કોઈનું જરી
વાલે નવસો નવ્વાણું ચીર પૂર્યા
વ્યાજ સહિત આપે છે ગિરધર લાલ વાલા ની આજે નીંદર ઊડી...
વાલા એ મારી પત રાખી...
હું તો સાદ કરું ને હરિ સાંભળજો...

#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ

show more

Share/Embed