RT ભાઈની ટીમ સાથે | CONGO
JC Info JC Info
6.95K subscribers
3,102 views
230

 Published On Jul 20, 2021

RT DANGI COMEDY

કોણે જાણેલું કે ડાંગના આ કલાકારો લોકો ને આટલું હસાવશે ?

ડાંગના સુબિરના વતની એવા મારા મિત્રો મહેશભાઈ, ગુજજરભાઈ અને જીતુભાઈ તેમજ તેમની પત્ની સરૂબેન આજે સમગ્ર દક્ષિણ ગુજરાતનાં આદિવાસી પટ્ટામાં ખૂબ જ જાણીતાં ચેહેરાઓમાંના એક એવા બની ગયાં છે.

પહેલો વિડિઓ એમનો મેં યુટ્યુબ પર જોયેલો ત્યારે પેટ પકડી હસેલો. જ્યારે જાદુગર અભય રસ્તા વિશે પૂછે કે, "આ રોડ કયો છે ?" અને મહેશભાઈ જવાબ આપે, "ડામર રોડ" ત્યારે પ્રાકૃતિક હસવું આવી જ જાય. અને સિલસિલો શરૂ થયો એમનાં વિડિઓ જોવાનો. એક સમય એવો આવ્યો કે સજેશનમાં એમનાં જ વિડિઓ આવે. જ્યારે એમનાં ફક્ત ૨૦૦૦ જેટલાં સબ્સ્ક્રાઇબર હતાં ત્યારે એ પહેલાં ૨૦૦૦ સબ્સ્ક્રાઇબર માનો એક હોવાનો ગર્વ એટલે લઈશ કે એમની આ ૧૦૦૦૦૦ સબસકાઈબર સુધીનાં સફરમાં એમને આગળ વધતાં જોયા છે. એમને રૂબરૂ મળ્યો છું એમને જાણ્યાં છે.

વાત કરીએ એમની ટીમની તો મહેશભાઈ હંમેશા કહે, "જેમિલે સાહેબ, ( જીમિલ ક્યારેય બોલ્યા નથી 😂😂 ) અમે તો પાંચ ચોપડી પણ નથી ભણ્યાં, પણ બસ રિસ્ક લઈએ લોકોને હસાવાનો એટલે અમે રિસ્ક ટેકનોલોજી (RT) છે." ત્યારે કહું, "તમે ભણ્યાં જેટલું પણ હોવ તમે લોકોનાં દિલ જીત્યા છે. દુનિયાનું મુશ્કેલ કામ કોઈકને હસાવવું છે અને એ તમે કરો છો."

સુબિર સ્ટુડિયો ખાતે મોન્સૂન રાઈડર ગૃપ સાથે જવાનું થયેલ ત્યારે અમારી એવી તો આગતા સ્વાગતા કરેલ કે બસ દિલ ખુશ થઈ જાય.

કોણે વિચારેલું કે ફોટોગ્રાફીના વ્યવસાયમાં ઝંપલાવેલ મિત્રો એક દિવસે યુટ્યુબ થકી જાતે હસતાં અને લોકોને હસાવતાં આટલાં આગળ વધશે. મને એમની સફળતાથી પોતે સફળ થયો હોઉં એવો આનંદ મળે છે.

તમારી આ સફળતા હજી આગળ તમને લઈ જાય એજ શુભેચ્છાઓ RT ટીમ. સહૃદય પૂર્વક અભિનંદન અભિનંદન અભિનંદન.
@⁨R T Comedy Dang⁩ @⁨Jitu Zaran⁩, સરૂભાભી તેમજ ગુજ્જર.

show more

Share/Embed