કહાની એક એવા ગુજરાતીની જે અમેરિકાની કોર્ટમાં જજ આગળ હાથ જોડી પોતાને ડિપોર્ટ કરવા વિનંતી કરતો હતો
I am Gujarat I am Gujarat
119K subscribers
27,598 views
410

 Published On Apr 12, 2024

મોટાભાગના ગુજરાતીઓ એવું માને છે કે મેક્સિકો બોર્ડર ક્રોસ કરીને અમેરિકા ગયેલું કોઈ ભાગ્યે જ પાછું આવે છે. આ વાત આમ જોવા જાઓ તો વાત ખોટી નથી, પણ સો ટકા સાચીય નથી… અને તેનો પુરાવો છે મહેસાણાના અંકિત પટેલની આ સિરીઝમાં રજૂ કરવામાં આવેલી રિયલ લાઈફ સ્ટોરી. કોલેજનું ભણવાનું પૂરું કર્યા બાદ ગાંધીનગરના એક એજન્ટ સાથે કામ કરતા અંકિત પટેલે ઈલીગલી અમેરિકા જવાનું નક્કી કર્યું ત્યારે તેને એમ હતું કે એકાદ મહિનામાં તે આરામથી બોર્ડર ક્રોસ કરીને અમેરિકા પહોંચી જશે, પરંતુ મેક્સિકોમાં પગ મૂકતા જ અંકિતનો એવો ભયાનક સમય શરૂ થયો હતો કે જેની તેણે કલ્પના પણ નહોતી કરી. મેક્સિકોમાં પોતાના જીવના જોખમે હરિયાણાના એક કપલને અંકિતે કેવી રીતે બચાવીને બોર્ડર ક્રોસ કરાવી, અમેરિકામાં પગ મૂકતા જ અરેસ્ટ થયા બાદ અંકિત સાથે શું થયું અને કેટલો સમય તેને જેલમાં રહીને આખરે ડિપોર્ટ થવું પડ્યું તેની દિલધડક કહાનીના તમામ એપિસોડ્સ જુઓ આ વિડીયોમાં…

જુઓ અમારી વેબસાઈટ: https://www.iamgujarat.com/
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: https://gujarati.timesxp.com/
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: https://chat.whatsapp.com/Hjwo7YqSPxS...

show more

Share/Embed