સીતા વિયોગે રામ વનમાં ફરે(નીચે લખેલું છે)- ગુજરાતી કીર્તન - એકવાર જરૂરથી સાંભળો
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
75.5K subscribers
81,341 views
393

 Published On Nov 11, 2023

#mahilamandal #સત્સંગ #કીર્તન #ભક્તિકીર્તનસંગ્રહ #gujaratikirtan #satsang_world #newsong #viralsong #ramkirtan #ramayan #sitaji #sitaram


====સીતા વિયોગે રામ વનમાં ફરે====
સીતા વિયોગે રામ વનમાં ફરે
કૈલાશથી જુવે માતા પાર્વતી

ત્રિલોકનો નાથ ન હોઈ આવો રે ક'દી
કૈલાશથી જુવે માતા પાર્વતી

કસોટી કરવાને સતી વનમાં રે આવ્યા
સીતાજીનું રૂપ લઈને રામને રે મળ્યા

કેમ રે રડો છો મારા રઘુપતિ
સીતાજીની જેમ બોલ્યા પાર્વતી

વંદન કરીને રામ એટલું જ બોલ્યા
ભોળાને મૂકીને માતા એકલા કેમ આવ્યા

તમે કૈલાશમાં જાવ માતા પાર્વતી
વાટુ જોવે છે ઉમિયાના પતિ

શિવજીએ સમાધિમાં લીલા બધી જાણી
શિવજીની આંખોમાં આવી ગયા પાણી

હવે છેટા રાહોને સતી પાર્વતી
વંદન કરે છે તમને કૈલાશના પતિ

રામજીની લીલા માતા પાર્વતીએ જાણી
લીલા જોઈને સતી મનમાં વિચારે

ત્રિલોકનોનાથ હોઈ રઘુપતિ
ઘણું પસ્તાણા માતા પાર્વતી

રામજીની લીલા જે કોઈ સાંભળશે
દુઃખડા હરશે એના સીતાપતિ
આશીર્વાદ દેશે કૈલાશપતિ

સીતા વિયોગે રામ વનમાં ફરે
કૈલાશથી જુવે માતા પાર્વતી

show more

Share/Embed