હરિનો મારગ આવ્યો છે હાથ માં I ગીતા ચૌહાણ I કીર્તન | Geeta Chauhan Official
Geeta Chauhan Official Geeta Chauhan Official
42.3K subscribers
322,938 views
1K

 Published On Feb 8, 2021

હરિનો મારગ આવ્યો છે હાથ માં I ગીતા ચૌહાણ Igee | Geeta Chauhan Official

હરિનો મારગ આવ્યો છે હાથ માં રે - ગીતા ચૌહાણના સૂરીલા અવાજમાં...

Hari No Marag Aavyo Chhe Hath Ma - Kirtan with lyrics :-
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)
હળવે હળવે ચાલવા માંડ, હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)

સદગુણ ભાથું રે લેજે સાથ માં રે (2)
હે એક પછી એક અવગુણ છાંડ
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)

ભણતા ભણતા પંડિત નીપજે રે (2)
હે લખતા લખતા લહિયો થાય
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)

ડગલે ડગલે મોટા ડુંગરા રે (2)
હે ચડતા ચડતા જરૂર ચડાય
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)

ટીપે ટીપે સરોવર ઉભરે રે (2)
હે કાંકરે કાંકરે પાળ બંધાય
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)

એમ આ પંથમાં આગળ ચાલે છે રે (2)
કે નક્કી ધ્યેય પગમાં પહોંચાય
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)


જીવતા મુક્તિનો આનંદ મળશે રે (2)
હે ટળશે, ટળશે સૌ સંતાપ
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)


ગોવિંદ મળશે પૂરા વિશ્વાસથી રે
હે સત્ત-ચિત્ત-આનંદ આપ
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (2)

હળવે હળવે ચાલવા માંડ
હરિનો મારગ આવ્યો છે તારા હાથમાં રે (3)


-----------------------------------
Song : Hari no Marag
Singer: Geeta Chauhan
Lyrics : Govind Bhagat
Music: Studio Ektaro
-----------------------------------
#geetachauhan #bhajan2023 #gujratibhajan #gujratigeet #latestbhajan

show more

Share/Embed