કાળાકાકાડ થાનક | કણધા-વરજાખણ-પાટી | Kadakakad
JC Info JC Info
6.95K subscribers
840 views
87

 Published On Jul 10, 2021

કાળોકાકાડ એ એક આદિવાસી દેવ થાનક છે. જ્યાં માનતા ની પૂરતી થતાં લોકો માનતાની પૂરતી કરે છે અને પાક લણીને પહેલાં ત્યાં ચઢાવે છે.

કાળાકાકાડ દેવ થાનકે જવા માટે પહેલાં ડોલવણ ચાર રસ્તા સુધી પહોંચીને ત્યાંથી છ કિલોમીટર દૂર વરજાખણ ના રસ્તા તરફ જઈને જમણા હાથે બીજું એકથી દોઢ કિલોમીટર જેવું જવું પડે છે અને પછી ડાબા હાથે વળતાં કાળાકાકાડ દેવ થાનક ડુંગર આવે છે.

ફક્ત પગપાળા જ ચઢાણ કરી શકાય એમ છે. શરૂઆત થોડી ઢાળ વાળા ચઢાણ થી થાય છે પછી થોડી સમતલ જગ્યા આવે છે. ચારે તરફ લીલોતરીનો અહેસાસ મન પ્રફુલ્લિત કરનારો હોય છે. મચ્છર વધુ પ્રમાણમાં હોય પેન્ટ અને ફૂલ સ્લીવ ટીશર્ટ કે શર્ટ પહેરવું સારું રહે. સાથે પૂરતા પ્રમાણમાં પાણી રાખવું હિતાવહ રહેશે.

ઉપર સુધી જતાં વધુમાં વધુ પોણો કે એક કલાક થશે. રસ્તે વધુ આરામ લેવા ઉભા ન રહેતાં ૨૦-૨૫ મિનિટ ના ચઢાણ પછી એકાદ પાંચ દશ મિનિટ નો આરામ કરી આગળ વધી શકાય. રસ્તો થોડો પથ્થરો વાળો અને ઢાળ તેમજ સરકાવ ધરાવતો હોય ચઢતા તેમજ ઉતરતાં ખાસ તકેદારી રાખવી.

વિનંતી : તમારી પાસે જે કંઈપણ બીજ હોય એ સાથે લઈ જઈને આવી જગ્યા એ નાંખવા જેથી એ અંકુરિત થઈને મોટા થઈ પશુ પક્ષીઓને ખોરાક પૂરો પાડી શકે.

નોંધ : આવી જગ્યાએ જાઓ ત્યારે પ્લાસ્ટિક જે અન્ય કચરો જે તમે કરો એ પાછા તમારી સાથે જ લઈ આવવું અને યોગ્ય નિકાલ કરવો.

#kadokakad #dolvan #tapi ‪@AamuAdivasi‬ ‪@Actorhitu555‬ ‪@ActorAnit‬ ‪@SchoolTalent‬

show more

Share/Embed