મણિરાજ બારોટ સ્મરણાંજલિ કાર્યક્રમ - પાટણ ભાગ 3/1
Ramesh Turi Ramesh Turi
39.6K subscribers
41,470 views
471

 Published On Feb 20, 2018

મણીરાજ બારોટ.

એક એવું નામ કે જેને લોકગીતો ને પ્રસિધ્ધિ ના એક ઉચ્ચ મુકામ પર મુક્યા.

એક એવું નામ કે જેને તુરી સમાજ ને ગીત સંગીત માં એક અલાયદું સ્થાન આપ્યું.

એક એવું નામ કે જે મણિયારો સનેડો અને હોકલિયો બની ને વર્ષો સુધી લોકો ના કાન માં ગુંજતું રહ્યું.

એક એવું નામ કે જેના મધુર અને સુરીલા કાંઠે ગુજરાત ની સીમાઓ ને તોડી ને વિશ્વમાં વસતા દરેક ગુજરાતી ના દિલ કા રાજ કર્યું.

૩૦ સપ્ટેમ્બર ના રોજ નાની ઉંમરે આપણા સહુનો મણિયારો આ દુનિયા છોડી ને ઉપર આકાશમાં વહી ગયો.
ઉપર ભગવાન ને પણ જાણે મણીરાજના ચમત્કારિક ગીતો ની લગની લાગી હશે કદાચ.

એક એવું નામ જેને ગુજરાત ના ઘણા કલાકારો ને રોજી રોટી આપી.

એક એવું નામ જેના ગયા પછી પણ રાજલ, રાકેશ, જીગ્નેશ અને શૈલેષ જેવા નામો માં હજુ જીવન્ત છે.

મિત્રો......

તુરી સમાજના આવા ગૌરવશાળી કલાકાર ની જયારે ૩૦ સપ્ટેમ્બરના રોજ પુણ્યતિથિ આવતી હોય તો તે નિમિતે સમાજ ના દરેક વ્યક્તિ એ જાહેર રજા પાળી ને આ દિવસ ને "મણીરાજ બારોટ સ્મરણાંજલી દિવસ" તરીકે ઉજવણી કરવી જોઈએ. એજ આ ઉચ્ચ કોટી ના કલાકાર ને સાચી શ્રદ્ધાંજલી છે.

મણીરાજ બારોટ સ્મરણાંજલી કાર્યક્રમ
તારીખ : ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૬
વાર : શુક્રવાર
સ્થળ : પાટણ.
હેતુ:
👉મણીરાજ બારોટ માર્ગ ની માગણી
👉મણીરાજ બારોટ સર્કલ અને સ્ટેચ્યુની માગણી
👉મણીરાજ બારોટ સાસ્ક્રુતિક હોલની માગણી
👉લોકગાયક શ્રી મણીરાજ બારોટ એવોર્ડ આપવો

આયોજક :

પ્રયાસ ફાઉન્ડેશન
&
મણીરાજ બારોટ સ્મરણાંજલી સમિતિ

show more

Share/Embed