પિતૃઓના મુલ ન હોય મારા વાલા(કિર્તન નીચે લખેલું છે) શ્રાદ્ધમાં ગવાતા કીર્તન| Bhajan| Sharadhna Bhajan
Gau Seva Official Gau Seva Official
5.46K subscribers
11,098 views
198

 Published On Sep 23, 2024

કિર્તન :-

શ્રાદ્ધ પક્ષ છે સવા લાખના રે
પિતૃઓના મૂલ ન હોય મારા વાલા
માતા અમી કેરુ ઝાડવું રે પિતા વડલાની છાય મારા વાલા
ધુ પ સલી જેવું જીવન જીવ્યા રે પોતે બળીને સુગંધ આપે મારા વાલા
પાણા એટલા દેવ મા એ કર્યા રે ત્યારે દીઠો દીકરાનું મુખ મારા વાલા
માતાએ લાડ લડાવ્યા રે પિતા કરે જતન મારા વાલા
મહેનત મજૂરી કરી મોટા કર્યા રે જોયા નહીં દિવસને રાત મારા વાલા
જીવન રોળાય એનું ધોળુંમાં રે પૂરા કર્યા તમારા અરમાન મારા વાલા
દીકરો પરણાવી વહુ લાવ્યા રે નડે છે કાંઈ ઘરડા મા બાપ મારા વાલા
મા બાપને ઘરની બહાર કાઢ્યા રે દુઃખ લાગે અપરમ પાર મારા વાલા
છતાંય મા બાપે આશિષ આપીયારે અભરે ભરાય તારું ઘર મારા વાલા
દીકરાના દીકરા મોટા થયા રે સાંભળે છે ઘરડા મા બાપ મારા વાલા
પૈસા કમાતા વધુ મળશે રે નહીં મળે માને બાપ મારા વાલા
પ્રીતમ પોતાનો હિસાબ માંગશે રે જેવું કરો તેવું ભરો મારા વાલા
વારા પછી વારો સૌનો આવશે રે ભક્તો કહે સાચી વાત મારા વાલા

#gausevaofficial #bhaktisangeet #devotionalsongs #religioussongs #spiritualsong #shivaay #mahashivratri #Gujarati_Kirtan #gujarati_traditional_kirtan #gujarati_bhakti_geet #કીર્તન #Satsang_Kirtan #satsang #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar

show more

Share/Embed