Soham Sadhana Samjan - Khodabapa Satsang
Speak Bindas Speak Bindas
20.7K subscribers
5,110 views
147

 Published On Mar 22, 2024

ખોડાબાપાનાં આ વિડીયોનાં અંશ:

સોહમ સાધના ભાષા, ભાવ અને ક્રિયાથી પર છે.

જ્યા સુધી મનમાં તમે વિચાર નહી કરો ત્યા સુધી માલણ માપમાં આવશે નહી.

ભાષા, ભાવ અને ક્રિયામાં આવે એ માનસિક સાધના કહેવાય, અધ્યાત્મિક સાધના કહેવાય નહી.

સો(નાભિથી).... હ(ગળેથી).....મ(ઉપરથી ઉલટ).

સોહમ સાથે તમારો ખ્યાલ ચાલવો જોઇએ.

સોહમ ભેગી સુરતા ચાલે તો સંગમ ત્રિવેણીમાં નવાય જાય અર્થાત આજ્ઞાચક્રમાં તરત જ આવી જાવ.

ત્રણ પ્રકારના દર્શન: સાંભળવુ(નાદ) એ દર્શન છે, આજ્ઞાચક્રમાં જોવુ એ દર્શન છે, અને ચિતમાં સમાઇ જાવુ એ પણ દર્શન છે.

તનની સ્થિરતા, મનની સ્થિરતા, વિચારની સ્થિરતા, ચિતની સ્થિરતા - આટલી સ્થિરતા હોવી જોઇએ. આ ચાર સ્થિરતા હોય તો સોહમ સાધના આપમેળે સધાઇ જાય.

સદગુરુ હંમેશા તનથી, મનથી, પવનથી અને ચિતથી સ્થિર હોય, ચલાયમાન ના હોય.

ઉપદેશકની અંદર કોઇપણ જાતની ચંચળતા હોવી જોઇએ નહી.

- દેવાંગ વિભાકર
એડિટર - www.SpeakBindas.com

#khodabapa #satsang

show more

Share/Embed