હાલી હાલીને સીતા થાકી રે ગયા ll કીર્તન લખેલ છે
શ્રી હરિ  Satsang શ્રી હરિ Satsang
47K subscribers
49,754 views
243

 Published On Apr 18, 2024

રામ લક્ષ્મણ સીતા ત્રણ વનમાં જાય, હાલી હાલીને સીતા થાકી રે ગયા
રામ લક્ષ્મણ સીતા ત્રણ વનમાં જાય, અધ વચ્ચે રે સીતા બેસી રે ગયા
નહીં રે હલાય રામ નહિ રે ચલાય પાણી વિના રામ નહિ રે ચલાય
કંઠ સુકાય મારા હોઠ સુકાય પાણી વયના રામ નહિ રે ચલાય
રામ કહે છે સીતા રખોને હિમંત, હમણાં સરોવર પહોચી રે જાશું
રામ ને લક્ષ્મણ મનમાં મુંઝાય, હજી સરોવર છેટા રે દેખાય
મોર અને ઢેલ બેય સાંભળે ઝાડ પર, કેવી છે આ રામ લક્ષ્મણની વાત
મોર કહે છે ઢેલ કરવા જેવા કામ, સંકટ પડ્યા છે મારા રામ ને આજ
મોર અને ઢેલ બેય ઉતર્યા હેઠા, ઉભા સીતાજી જોવા રે લાગ્યા
મોર અને ઢેલ બેય નાચવા લાગ્યા, પાછળ સીતાજી ચાલવા લાગ્યા
નાચી નાચી ને મોર થાકી રે ગયા, સીતા સરોવર પહોચી રે ગયા
નાચી નાચી ને મોર મરણ પામ્યા, રામ સામે બેયએ પ્રાણ છોડ્યા
તમારા આત્માની સદગતિ થાય, તમારો ઉપકાર કોઈ દિ નો ભૂલાય
ક્રષ્ણ અવતારમાં હું પેરિસ મુંગટ, તમારું પીછું રાખીશ મસ્તક ઉપર
વન કેરા મોરલાને મારે જે કોઈ લાગે બ્રહમહત્યાનું પાપ એને
રામ લક્ષ્મણ સીતા ત્રણ વનમાં જાય, હાલી હાલીને સીતા થાકી રે ગયા


#shreeharisatsang #kirtan #bhajan #jayshreebenbaldha #bhakti #mahadev #ram #newkirtan #newbhajan2024

show more

Share/Embed