એમ એમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલ શિક્ષક દિન ની ભવ્ય ઉજવણી
Dr.Haresh Suthar Dr.Haresh Suthar
285 subscribers
588 views
97

 Published On Sep 5, 2024

કાલોલ કોલેજમાં શિક્ષક દિન ઉજવાયો

એમ એમ ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાલોલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી.૭૦ વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લઈ આ કાર્યક્રમને યાદગાર બનાવ્યો. સૌપ્રથમ વ્યાખ્યાન માળા યોજવામાં આવી તેમજ શિક્ષક દિનમાં ભાગ સર્વે શિક્ષકો કોલેજ પરિવાર તરફથી પ્રમાણપત્ર તેમજ બોલપેન આપવામાં આવી. કોલેજના આચાર્ય ડૉ. કિશોર વ્યાસે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે દરેક વિદ્યાર્થીએ કોલેજમાં થતી ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરી શકે છે. આવા કાર્યક્રમો પ્રેરણારૂપ બની રહેશે. શિક્ષક અભિવાદન કાર્યક્રમમાં સંસ્થાના મંત્રી જયંતીભાઈ પટેલ હાજર રહી શુભેચ્છાઓ પાઠવી તેમજ કોલેજના પ્રો. આઈ પી મેકવાન,ડૉ. અજય સોની,પ્રો.વી જી પટેલ,પ્રો.ડી.બી.ચૌધરી, પ્રો.પી.એન.જાંબુ,પ્રો.હસમુખભાઈ કોંકણી,ડૉ.રાજેશ પટેલ,પ્રો.મયંક શાહ, ડૉ. વિષ્ણુ વણકર,ડૉ. જે.બી.રાઠવા, પ્રો જે.બી પરમાર ,પ્રા. કમિનીબેન અને પ્રા. શ્રદ્ધાબેન ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા,પ્રોત્સાહન અને શુભેચ્છાઓ આપી હતી. 15 મી ઓગસ્ટના દિવસે લેવામાં આવેલી જ્ઞાનવર્ધક કસોટીના વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર તેમજ પેન આપીને સન્માનિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમના આયોજક આચાર્ય ડૉ. કિશોર વ્યાસ ના માર્ગદર્શન હેઠળ ડૉ. હરેશ સુથાર તેમજ ડૉ.અર્જુન ગઢવી દ્વારા સંચાલન કરવામાં આવ્યું.

show more

Share/Embed