ગાંધીનગર-મચ્છરનગરમાં નવરાત્રિ દરમિયાન જુદી જુદી ગરબી મંડળની બાળાઓ-બાળકો દ્વારા માતાજીની આરાધના
Bapasitaram_Design Bapasitaram_Design
290 subscribers
389 views
12

 Published On Oct 8, 2024

જામનગરના ગાંધીનગર મચ્છરનગર વિસ્તારમાં આદ્ય શકિત ગરબી મંડળ દ્વારા નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. છેલ્લાં 55 વર્ષથી અહીં ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે 44 બાળાઓ તથા 35 જેટલા યુવકો દ્વારા માતાજીના વિવિધ રાસ-ગરબા રજૂ કરી નવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને તલવાર રાસ તથા મશાલ રાસ આ ગરબીની વિશેષતા છે. યુવકો દ્વારા મશાલ રાસ રજૂ કરવામાં આવે છે જેને નિહાળવા આ વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ મશાલ રાસ સહિતના અદભૂત રાસ નિહાળી બાળાઓ તથા યુવકોને પ્રોત્સાહિત કરે છે.
જામનગર શહેરના ગાંધીનગર મેઈન રોડ પર ગાયત્રી ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લાં 35 વર્ષથી યોજાતી આ ગરબીમાં આ વર્ષે 38 જેટલી બાળાઓ દ્વારા વિવિધ ગરબા દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. ખાસ કરીને ‘માડી તારા અઘોર નગારા વાગે..’ સહિતના અનેક રાસો રજૂ કરવામાં આવે છે. બે માસથી વધુ સમયથી બાળાઓ અવનવા રાસની પ્રેકટીસ કરતી હોય છે.
જામનગર શહેરના ગાંધીનગર સી-7 વિસ્તારમાં છેલ્લાં 53 વર્ષથી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 54મા વર્ષે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે 33 જેટલી બાળાઓ દ્વારા વિવિધ રાસ-ગરબાઓ દ્વારા માતાજીની આરાધના થઈ રહી છે. અર્વાચિન રાસોત્સવ વચ્ચે 50 વર્ષથી વધુ સમયથી આ ગરબીમાં પ્રાચિન પરંપરા જાળવી રખાય છે. તલવાર રાસ, આવી આસોની અજવારી રાત, હાલાજી તારા હાથ વખાણુ સહિતના અનેક રાસ જોવા આ વિસ્તારના લોકો આવે છે. જે આકર્ષણનું કેન્દ્ર બને છે.
જામનગર શહેરમાં ગાંધીનગર સી-16 વિસ્તારમાં આદર્શ ગરબી મંડળ દ્વારા 50 વર્ષથી નવરાત્રિ મહોત્સવની ઉજવણી ભકિતભાવપૂર્વક કરવામાં આવે છે. આ ગરબીમાં તેૈયાર કરવામાં આવતો ટયુબલાઈટવાળો મંડપ આકર્ષણનું કેન્દ્ર બને છે. રાત્રિના સમયે ટ્યુબલાઈટના શણગાર સાથેનો મંડપ અદભૂત દ્રશ્ય સર્જે છે. આ વર્ષે 29 જેટલી બાળાઓ દ્વારા અહીં વિવિધ રાસ ગરબા રજૂ કરવામાં આવે છે.
જામનગર શહેરના મચ્છરનગર વિસ્તારમાં જય અંબે ગરબી મંડળ દ્વારા નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. છેલ્લાં 35 વર્ષથી વધુ સમયથી અહીં નવરાત્રિની ઉજવણીનું આયોજન થાય છે. જેમાં આ વર્ષે 25 જેટલી બાળાઓ દ્વારા ગરબે ઘૂમી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. આ ગરબી મંડળની બાળાઓ દ્વારા દોઢ થી બે માસ સુધી વિવિધ રાસ ગરબાની પ્રેકટીસ કરી નવરાત્રિની ઉજવણીની તૈયારી કરવામાં આવે છે.

show more

Share/Embed